VIDEO: સંતોનો હુંકાર; ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની કરી માંગ
મધ્યપ્રદેશના ઈન્દોરમાં સાધુ-સંતોએ ગૌહત્યાના મુદ્દે આક્રોશ વ્યક્ત
મધ્યપ્રદેશના ઈન્દોરમાં સાધુ-સંતોએ ગૌહત્યાના મુદ્દે આક્રોશ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવ્યું છે. સંતોએ દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની અને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની ભારપૂર્વક માંગ કરી છે.આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સનાતન ધર્મમાં ગાયનું વિશેષ મહત્વ છે, તેમ છતાં અનેક સ્થળોએ ગેરકાયદેસર રીતે ગૌવંશની હત્યા થઈ રહી છે. સંતોએ ચેતવણી આપી છે કે જો સરકાર આ દિશામાં કડક કાયદો નહીં લાવે તો આગામી સમયમાં દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા આ આવેદનપત્ર સ્વીકારીને યોગ્ય માધ્યમથી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે.



