VIDEO: નવાગામમાં વર્તુ નદીના પુલ પરથી પાણીના પ્રવાહમાં બાઈક સાથે પરિવાર તણાયો, ત્રણેયનો આબાદ બચાવ
દ્વારકાના ભાણવડથી નવાગામ રોડ પર વર્તું નદીના પુલ પરથી દંપતિ પોતાના 6 વર્ષના પુત્ર સાથે પસાર થઈ
દ્વારકાના ભાણવડથી નવાગામ રોડ પર વર્તું નદીના પુલ પરથી દંપતિ પોતાના 6 વર્ષના પુત્ર સાથે પસાર થઈ રહ્યું હતું. પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં પુલ ઉપરથી લોકોની આવન જાવન હતી. આ દરમિયાન બાઈક ઉપર સવાર ત્રણ વ્યક્તિ પસાર થયા પરંતુ પુલ ઉપરથી વહેતા પાણીના પ્રવાહમાં બાઈક ખેંચાઈ જતાં તેઓ પાણીમાં તણાયા હતા. ત્રણેયનો આબાદ બચાવ થયો હતો.
ભાણવડથી નવાગામ રોલ ઉપર વર્તું નદીના પુલ ઉપરથી પ્રકાશભાઈ પોલાભાઈ રબારી પરિવાર સાથે મોટરસાયકલ લઈને જતા તણાયો હતો. સ્થાનિક લોકો દ્વારા પરિવારને બચાવી લેવામાં આવ્યો છે. પુલ પર પાણીનો પ્રવાહ હોવા છતાં તંત્ર દ્વારા બેદરકારી સામે આવી છે. પુલની બંને બાજુ જી.આર.ડી બંદોબસ્ત હોવા છતાં દંપતીને પાણીના પ્રવાહ વચ્ચે બાઈક લઈને નીકળ્યા કઈ રીતે. પરિવાર તણાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી પરિવારને સુરક્ષિત બચાવી લીધો. પુલ પર પાણીનો પ્રવાહ હોવા છતાં લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે.




