VIDEO : ગોંડલમાં સિમેન્ટ ફેક્ટરીના માલિકે પુત્ર-પુત્રીને ગળાટૂંપો આપી પોતે કર્યો આપઘાત
ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલી ગાયત્રી સિમેન્ટ ફેક્ટરીમાં ચોંકાવનારી ક
ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલી ગાયત્રી સિમેન્ટ ફેક્ટરીમાં ચોંકાવનારી કરુણાંતિકા બની છે. કારખાનાના માલિક જયપાલ તોગડીયાએ પોતાના બે માસૂમ સંતાનોને ગળાટૂંપો આપી હત્યા કરી અને ત્યારબાદ પોતે પંખા સાથે લટકી આપઘાત કરી લીધો. તેમણે સવારે પુત્ર મિશ્ર અને પુત્રી રિવાને વહાલથી કારખાને લાવ્યા હતા. બંને બાળકો અભ્યાસમાં તેજસ્વી હતા. મિશ્રે તાજેતરમાં ધોરણ-10માં 70 ટકા મેળવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ સ્થળ પર પહોંચી અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ કારણ હજુ અજ્ઞાત છે. સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ છે.


