Video: ધોરાજીમાં નકલી પાન-મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, આ રીતે અસલ પાઉચમાં નકલી મસાલો વેચાતો
પાન-મસાલાનાં શોખીન લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નકલી પાન

પાન-મસાલાનાં શોખીન લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નકલી પાન-મસાલાના કારખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ 50 હજારથી વધુ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અસલ પાઉચમાં નકલી મસાલો નાખી વેચાતો હતો
ધોરાજી સિટી પોલીસે નેવી ટાવર વિસ્તારમાં દરોડા પાડીને વિમલ અને બાગબાન જેવી બ્રાન્ડના નામે નકલી પાન મસાલા બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અસલ પાઉચને હીટગનથી ખોલી, તેમાં હલકી ગુણવત્તાની તમાકુ અને મેન્થોલ મિક્સ કરી, ફરીથી મશીન દ્વારા પેક કરી અસલ તરીકે બજારમાં વેચાતો હતો. વિમલ અને બાગબાનના ૨૩૦ નકલી પેકેટ, ૩૦ કિલો હલકી ગુણવત્તાની છૂટક તમાકુ, ઇલેક્ટ્રિક જીપર પેકિંગ મશીન અને હીટગન, નકલી સીરીયલ નંબર ધરાવતા પેકિંગ રોલ અને મેન્થોલ ફ્લેવર સહિત કુલ રૂપિયા ૫૨,૫૯૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધોરાજી પોલીસે વિરુદ્ધ BNSની કલમ ૩૧૮(૪) (છેતરપિંડી) અને કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.








