મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

VIDEO: Facebook સર્વર ડાઉન! લોગઈનથી લઈને વેબસાઈટ સુધીની તમામ સર્વિસ ઠપ, યુઝર્સ થયા પરેશાન

જો તમારું ફેસબુક (Facebook) બરાબર કામ નથી કરી રહ્યું, તો ગભરાવાની જર

તસવીર: GSTV

જો તમારું ફેસબુક (Facebook) બરાબર કામ નથી કરી રહ્યું, તો ગભરાવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમારી સાથે જ નહીં, પરંતુ દુનિયાના ઘણા દેશોમાં હજારો યુઝર્સ સાથે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ જણાવ્યું કે તેમને ફેસબુક લોગઈન કરવામાં, વેબસાઈટ ખોલવામાં અને એપનો ઉપયોગ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

૧૯ જુલાઈની સવારે અચાનક ફેસબુક સાથે જોડાયેલી ફરિયાદોમાં મોટો ઉછાળો નોંધાયો હતો. ઘણા યુઝર્સે X (ટ્વિટર) સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ફેસબુકની સેવાઓ સામાન્ય રીતે કામ નથી કરી રહી.

યુઝર્સને કેવા પ્રકારની સમસ્યાઓ નડી રહી છે?

ફેસબુક ડાઉન થયા બાદ અલગ-અલગ યુઝર્સને જુદી-જુદી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો પોતાના એકાઉન્ટમાં લોગઈન જ નથી કરી શકતા, જ્યારે ઘણા યુઝર્સ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ લોડ થવામાં સમસ્યા આવી રહી છે.

આ સિવાય મોટી સંખ્યામાં યુઝર્સે ફરિયાદ કરી છે કે તેમનું ન્યૂઝ ફીડ (News Feed) અપડેટ નથી થઈ રહ્યું. તો વળી, કેટલાક લોકોનું કહેવું છે કે તેમનું ફેસબુક એકાઉન્ટ અચાનક પોતાની મેળે જ લોગઆઉટ થઈ ગયું હતું, જે બાદ ફરીથી લોગઈન કરવામાં મુશ્કેલી પડી રહી છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ

જેવી આ સમસ્યા સામે આવી કે તરત જ યુઝર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકોએ પૂછ્યું કે શું માત્ર તેમનું જ એકાઉન્ટ પ્રભાવિત થયું છે કે પછી ફેસબુકની સર્વિસમાં કોઈ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ છે.

હાલમાં આ સમસ્યા કેટલા સમય સુધી રહેશે, તે અંગે મેટા (Meta) કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આવી સ્થિતિમાં યુઝર્સને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ વારંવાર લોગઈન કરવાનો પ્રયાસ કરવાને બદલે થોડો સમય રાહ જુએ. જો આ સર્વર સંબંધિત ટેકનિકલ સમસ્યા હશે, તો કંપની દ્વારા તેને ટૂંક સમયમાં જ ઠીક કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો