Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : AI mode has arrived in Facebook, the way of searching on social media will change!

VIDEO: Tech News / Facebookમાં આવ્યું AI મોડ, સોશિયલ મીડિયા પર બદલાઈ જશે સર્ચ કરવાની રીત!

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં મોટી ટેક કંપનીઓ વચ્ચે સ્પર્ધા સતત વધી રહી છે. હવે Meta પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebookને AI સાથે જોડવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. કંપનીએ Facebook માટે નવા AI ફીચર્સ રજૂ કર્યા છે, જે યુઝર્સના સર્ચ કરવા, કન્ટેન્ટ બનાવવા અને પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની રીતને બદલી શકે છે.

App Store

AI મોડથી સ્માર્ટ બનશે Facebook સર્ચ

Metaએ Facebookમાં AI મોડ રજૂ કર્યો છે, જે સામાન્ય સર્ચ એન્જિનની જેમ કામ કરવાને બદલે એક સ્માર્ટ આસિસ્ટન્ટની જેમ કામ કરશે. યુઝર્સ હવે કોઈપણ માહિતી મેળવવા માટે લાંબી-લાંબી પોસ્ટ અને વીડિયો સ્ક્રોલ કરવાને બદલે સીધા જ પ્રશ્નો પૂછી શકશે.

આ AI Facebookની પબ્લિક પોસ્ટ, ગ્રુપ્સ અને રીલ્સમાં રહેલી માહિતીને સમજીને યુઝરને એક સારાંશ (Summary) સ્વરૂપે જવાબ આપશે. એટલે કે, જો કોઈ વિષય પર લોકો Facebook પર ચર્ચા કરી રહ્યા છે, તો AI એ વાતચીતને સમજીને એક સરળ ઉત્તર આપવાનો પ્રયત્ન કરશે. જો કે, આમાં એક પડકાર પણ છે. AI સામાન્ય યુઝર્સની પબ્લિક પોસ્ટમાંથી માહિતી મેળવશે, તેથી કેટલીકવાર ખોટી, જૂની અથવા અપ્રમાણિત માહિતી સામે આવવાની શક્યતા રહી શકે છે.

નવા AI ક્રિએટિવ ટૂલ્સથી સરળ બનશે કન્ટેન્ટ બનાવવું

Metaએ માત્ર સર્ચમાં જ નહીં, પરંતુ ક્રિએટિવ ફીચર્સમાં પણ AIનો ઉપયોગ વધાર્યો છે. હવે કેમેરા રોલ શેરિંગ સૂચનોમાં નવા કોલાજ કટઆઉટ ટેમ્પલેટ અને ટ્રાન્ઝિશન ઇફેક્ટ્સનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આની મદદથી યુઝર્સ પોતાના ફોટો અને વીડિયોને સરળતાથી આકર્ષક મોન્ટેજમાં બદલી શકશે. આ ફીચર્સ સંપૂર્ણપણે ઑપ્ટ-ઇન (Opt-in) હશે, એટલે કે યુઝર્સ ઈચ્છે તો તેનો ઉપયોગ કરી શકે છે અથવા તેને બંધ પણ રાખી શકે છે.

AIથી બદલી શકાશે ફોટોનો લુક

Facebookમાં નવું 'AI ફોટો પ્રીસેટ' ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે. આની મદદથી યુઝર્સ પોતાના ફોટામાં કપડાં, હેરસ્ટાઇલ અને એક્સેસરીઝને ડિજિટલ રીતે બદલી શકશે. સ્પોર્ટ્સ પસંદ કરતા યુઝર્સ પોતાની ફેવરિટ ટીમની જર્સી પણ AIની મદદથી ફોટોમાં ઉમેરી શકશે. આ માટે Storiesમાં 'AI Edit' ઓપ્શનની અંદર 'Wear It' ફીચરનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય પ્રોફાઇલ ફોટોને પણ AIની મદદથી નવો લુક આપી શકાશે.

Facebookને AI પ્લેટફોર્મ બનાવવાની તૈયારી

Meta છેલ્લા કેટલાક સમયથી Facebook, Instagram અને WhatsAppમાં AI આધારિત ફીચર્સ ઉમેરી રહી છે. કંપનીએ ક્રિએટર્સ માટે AI આસિસ્ટન્ટ, એનિમેટેડ પ્રોફાઇલ ફોટો અને Facebook Marketplace પર AI આધારિત જવાબો આપવા જેવા ફીચર્સ પણ રજૂ કર્યા છે.

આ સાથે જ Metaએ તેના પ્લેટફોર્મ્સ માટે સબસ્ક્રિપ્શન પ્લાન પણ શરૂ કર્યા છે. અહેવાલો અનુસાર, કંપની ભવિષ્યમાં વધુ AI આધારિત સબસ્ક્રિપ્શન ફીચર્સ લાવવાની તૈયારી કરી રહી છે.