Video: ધ્રાંગધ્રામાં ખંડણીખોરો બેફામ; પૈસા ન આપતા પાઉભાજીની લારી ચલાવતા દંપતિ પર હુમલો, મંગલસૂત્ર લૂંટ્યું
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ખંડણીખોરોની બેફામ હરકતો વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. પાઉભાજીની લાર
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ખંડણીખોરોની બેફામ હરકતો વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. પાઉભાજીની લારી ચલાવતા દંપતિ પાસેથી ખંડણીની માંગવામાં આવી હતી, જે ન આપતા ચાર આરોપીઓએ ધારિયા, ધોકા અને પાઇપ જેવા શસ્ત્રોથી જીવલેણ હુમલો કર્યો હતો. પીડિત વ્યક્તિઓ છેલ્લા ચાર વર્ષથી ખંડણી આપી રહ્યા હતા, ત્યારબાદ ના પાડતા મામલો બગડ્યો હતો.
હુમલામાં મહિલાના ગળામાંથી મંગળસૂત્ર લૂંટી લેવાયું અને પગમાં ઈજાના કારણે 32 ટાંકા લેવા પડ્યા. પતિની હાલત ગંભીર છે. ખંડણીખોરોએ બાળકોના અપહરણની પણ ધમકી આપી છે. તહેવારના સમયે કાયદો-વ્યવસ્થા કથળી છે. પીડિત પરિવારે બેફામ ખંડણીખોરો વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરી છે.




