મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વનરાજા પણ આકરા તાપથી અકળાયા, ગરમીથી રાહત મેળવવા પાણીમાં ફરમાવ્યો આરામ

અમરેલી જિલ્લાના બૃહદ ગીર વિસ્તારમાં 43 ડિગ્રીના તાપમાનમાં વ્યથિત થયેલા સિંહનો અદ્ભુત વીડિયો સોશિયલ મી

અમરેલી જિલ્લાના બૃહદ ગીર વિસ્તારમાં 43 ડિગ્રીના તાપમાનમાં વ્યથિત થયેલા સિંહનો અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાવરકુંડલાના ઘોબા ગામ પાસેની સ્થાનિક નદીમાં બે સિંહ પાણીમાં તાપથી રાહત મેળવતા જોવા મળ્યા છે. ભોલો અને બૂસો નામના આ સિંહોના અલગ-અલગ વીડિયો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ થયા છે. ઉનાળાના બળબળતા તાપમાં જંગલના રાજાને પાણીમાં આરામ કરતો જોવા મળતા નેટિઝને વીડિયો શેર કરતાં તે ઝડપથી વાયરલ બન્યો છે. વન વિભાગે પણ આ વીડિયોને પ્રકૃતિની અદ્ભુત ક્ષણ તરીકે વર્ણવ્યો છે. 

આ સમાચાર શેર કરો