VIDEO: વડોદરા પેટા ચૂંટણીમાં ફરજ દરમિયાન કર્મચારી અશક્ત
વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની કામગીરી દરમિયાન ચૂંટણી ફરજ પર રહેલા એક કર્મચારીની તબિયત

વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની કામગીરી દરમિયાન ચૂંટણી ફરજ પર રહેલા એક કર્મચારીની તબિયત અચાનક લથડતા દોડધામ મચી ગઈ હતી. મકરપુરા ભવન્સ સ્કૂલ ખાતે ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર નિલયભાઈને અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા.ઘટનાને પગલે સ્થળ પર હાજર અન્ય કર્મચારીઓ તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અણધારી ઘટનાથી થોડો સમય કામગીરી પ્રભાવિત થઈ હતી, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થાઓ સંભાળી લેવામાં આવી હતી.




