મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં કલેકટર કચેરીના ચોગાનમાં ઇલેક્શન કાર્ડ કચરામાં નાખેલા દેખાયા, લોકોમાં સર્જાયા અનેક તર્ક વિતર્ક

પાટણમાંથી કંઈક એવું સામે આવ્યું જેને જોઈ સૌકોઈ દંગ રહી ગયા છે. પાટણમાં કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાંથી ઇલેક્શન

પાટણમાંથી કંઈક એવું સામે આવ્યું જેને જોઈ સૌકોઈ દંગ રહી ગયા છે. પાટણમાં કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાંથી ઇલેક્શન કાર્ડ કચરામાં નાખેલ જોવા મળ્યા હતા. ભારતમાં એક ઓળખપત્ર તરીકેના દસ્તાવેજ સાથે ચૂંટણી પંચના અગત્યના દસ્તાવેજ એવા ઇલેક્શન કાર્ડ કચેરીના કમ્પાઉન્ડમાં કોણ નાખી ગયું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ અરપોર્ટ પરથી ધરપકડ, બે મહિનાથી હતો ફરાર

આ ઇલેક્શન કાર્ડ ખરેખર રદ થયેલ છે કે બાતલ છે કે કોઈ કર્મચારી દ્વારા કચરામાં નાખી દેવાયા છે તે અંગે લોકોમાં ભારે અસમંજસ સર્જાઈ રહ્યું છે. આવા અગત્યના દસ્તાવેજને કચરામાં નાખવા માટેનું કારણ અકબંધ છે. હાલ તો આ ચૂંટણી કાર્ડએ રહશ્ય સર્જ્યું છે. કલેકટર ઓફિસના આવા અગત્યના દસ્તાવેજોમાં ગોપનિયતા ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો