VIDEO: ચોટીલાના તળાવમાં આખી રાત વૃદ્ધ ફસાયેલા રહ્યા, જુઓ લાઈવ રેસ્ક્યૂ
સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ચોટીલામાં જલારામ મંદિર સામે આવેલા તળાવમાં ર
સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ચોટીલામાં જલારામ મંદિર સામે આવેલા તળાવમાં રાત્રે ભારે વરસાદના કારણે વૃદ્ધ કાળુભાઈ સુરજભાઈ સારલા ફસાઈ ગયા હતા. કાળુભાઈ સારલા ગત સાંજે તળાવની વચ્ચે આવેલી મંદિરની ડેરીમાં દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન પાણીની આવક વધતાં તેઓ ફસાઈ ગયા હતા. રાતભર તેઓ તળાવની વચ્ચે આવેલી દેરીમાં વરસાદી પાણી વચ્ચે હતા.
વહેલી સવારે હાઇવે પરથી પસાર થતા ચોટીલાના જાગૃત નાગરિકે તેમને જોતાં જ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારી જુવાનસિંહ ઝાલાની સૂચના પર ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું. ટીમના તરવૈયાઓએ સફળતાપૂર્વક વૃદ્ધને બચાવી લીધા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી.
જાહેરાત








