મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના અલકાપુરીમાં ડ્રેનેજ લાઈનની ગટરમાં આઈશર ટેમ્પો ફસાયો: પાલિકાની કામગીરી સામે સવાલો

વડોદરા શહેરના અતિ પોશ વિસ્તાર ગણાતા અલકાપુરી સ્થિત

તસવીર: gstv

વડોદરા શહેરના અતિ પોશ વિસ્તાર ગણાતા અલકાપુરી સ્થિત વિશ્વાસ કોલોનીના મુખ્ય માર્ગ પર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. મોરબીથી ટાઇલ્સ ભરીને અલકાપુરી ખાતે ડિલિવરી માટે આવેલો એક આઇશર ટેમ્પો રોડ પરની ડ્રેનેજ લાઇનની ગટરમાં ફસાઈ ગયો હતો. ટેમ્પોનું આગળનું પૈડું ગટરના ખાડામાં ઊંડે ખૂંપી જતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પાલિકાના કોન્ટ્રાક્ટરની લોલમલોલ તેમજ નબળી કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો