VIDEO: જંબુસર: નકલી મેરેજ સર્ટિફિકેટ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો, વડોદરાના શખ્સની ધરપકડ
ભરૂચના જંબુસરના ચકચારી બનાવટી મેરેજ સર્ટિફિકેટ કેસમાં પોલીસે

ભરૂચના જંબુસરના ચકચારી બનાવટી મેરેજ સર્ટિફિકેટ કેસમાં પોલીસે વડોદરાથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. શિક્ષકની દીકરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈને બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવવાના આ ગુનામાં અગાઉ કરજણના યુવકની ધરપકડ થઈ હતી, જેની પૂછપરછમાં વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા ભરત રયજીભાઈ વણકરનું નામ સામે આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી જંબુસર કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.



