મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગર કલેકટરના બંગલા પર EDનો દરોડો, નાયબ મામલતદારના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન

સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટરના નિવાસસ્થાને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે. વર્ષ 2015ની બેચના આઈએએ

તસવીર: GSTV

સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટરના નિવાસસ્થાને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે. વર્ષ 2015ની બેચના આઈએએસ અધિકારી ડૉકટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને જમીનના પ્રશ્ન મુદ્દે EDની ટીમોએ દરોડા પાડ્યા હોવાની શંકા છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને ત્યાં 10થી વધુ વાહનોના કાફલો સાથે વહેલી સવારથી ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જિલ્લા કલેકટરના બંગલાની અંદર ઈડીની ટીમ પહોંચી અને તપાસ હાથ ધરી છે.

કલેકટરના બંગલા બહાર સઘન પોલીસ બંદોબસ્ત

વઢવાણ અને સુરેન્દ્રનગરમાં દરોડા પાડવામાં આવતા કલેકટરના બંગલા બહાર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 10 કલાકથી સુરેન્દ્રનગર કલેક્ટરના બંગલામાં કેન્દ્રિય તપાસ એજન્સીઓ સર્ચ ઓપરેશન કરી રહી છે. આ ઓપેરેશન સાથે હિસાબી વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફમાં પણ ફફડાટ ફેલાયો છે. 

આ સમાચાર શેર કરો