VIDEO:સુરતની ડાઈંગ મીલમાં ભીષણ આગથી મચી અફડાતફડી, દૂર દૂરથી દેખાયા ધુમાડાના ગોટે ગોટા
સુરતમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. તેમ છતાં આગના બનાવો અટકવાનુ

સુરતમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. તેમ છતાં આગના બનાવો અટકવાનું નામ ન લઈ રહ્યાં હોય તેવું સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ડાઈંગ મીલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ કેમિકલના જથ્થાથી પ્રસરી હોય તે રીતે ઊંચે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતાં. જેથી આસપાસમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોવાથી ચાર ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી. હાલ ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, હજુ સુધી કોઈ જાનહાનિ ન સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.




