VIDEO: દ્વારકાનું ખંભાળિયા 18 ઈંચ વરસાદથી જળમગ્ન, ઠેરઠેર તબાહીના દ્રશ્યો આવ્યા સામે
રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના લીધે ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. છેલ
રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના લીધે ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં ઉત્તરથી લઇને દક્ષિણ સુધી અને સૌરાષ્ટ્રથી માંડીને કચ્છ સુધી વરસાદની રેલમછેલ થતાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.
વર્તું 2 ડેમના 14 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા
જામખંભાળિયામાં આખી રાત મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. વર્તું 2 ડેમના 14 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે, વર્તું 2 ડેમનું પાણી રાવલ શહેરમાં ઘૂસ્યું હતું.
ઘરોમાં પાણી ભરાયા
ખંભાળિયા શહેરની પણ સ્થિતિ અત્યંત ગંભીર રહી હતી. આજે સવારે છ વાગ્યા સુધીમાં 18.5 વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખંભાળિયાના રામનાથ, તિરૂપતિ, સોની બજાર, જોધપુર ગેટ, રેલવે કોલોની, ધરમપુર kgn સોસાયટી, સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે.






