VIDEO: ગરમીને પગલે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો, ભાવ ઊંચા રહેતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
સાબરકાંઠા જિલ્લામાં ૪૫ ડિગ્રીથી વધુ ગરમીને પગલે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓનુ બજેટ ખોર
સાબરકાંઠા જિલ્લામાં ૪૫ ડિગ્રીથી વધુ ગરમીને પગલે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓનુ બજેટ ખોરવાઈ ગયું છે. આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વધી રહેલા ગરમીના પારાએ આ શાકભાજી ના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા. તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મૂરજાઈને ખરી પડતું હતું. જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી નથી રહ્યો. ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દુધી, કાકડી, ટામેટા, ગીલોડા સહિત અન્ય શાકભાજીમાં ગરમીને લઈને ઉત્પાદન માં ભારે અસર પડી છે સાબરકાંઠા જીલ્લા માં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે આમ તો ખેડુતો ને જે ભાવ મળી રહ્યો છે એ ભાવ પહેલા કરતા પણ પોષાય તેમ નથી કારણ કે પહેલા મળેલ ભાવ કરતા આ વખતે ભાવ વધુ મળ્યા છે પણ સામે ખેડુતો ને નુકસાન જ છે.




