મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં મેટ્રોની કામગીરીમા ભંગાણના એંધાણ, સારોલી રોડ પર બ્રિજનો સ્પાન નમ્યો, રસ્તો બંધ 

સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે મેટ્રોની કામગી

સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના રહી ગઈ હતી. સારોલી રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમ્યો હતો. જેના કારણે અફડાતફડી મચી જતા રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી.

અધિકારીઓ પહોંચ્યા

મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે, ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે. સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જા રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

વિપક્ષે ઉઠાવ્યા સવાલ

મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમતા આમ આદમી પાર્ટીના નેતા અને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ કહ્યું કે, કરોડોના ખર્ચે કામગીરી ચાલી રહી છે. ત્યારે હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.

ટ્રાફિક ડાયવર્ટ

સારોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.આર. વેકરીયાએ કહ્યું કે, મેટ્રોના અધિકારીઓએ જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. સુરતથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી ટ્રાફિક પુણા તરફ ડાયવર્ટ કરાયો છે. મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં ટેક્નિકિલ ખામી થઈ હોવાની ચર્ચા છે.

આ સમાચાર શેર કરો