Video: રાજકોટમાં નબીરાઓ ફરી બેફામ બન્યા, પૂરઝડપે કાર હંકારી અકસ્માત સર્જી ચાલક સહિત તેના મિત્ર ફરાર
રાજકોટમાં નબીરાઓ ફરી બેફામ બન્યા છે. પુરપાટ ઝડપે કાર હંકારી એક નબીરા ચાલકે અકસ્માત સર્જાતા સ્થા
રાજકોટમાં નબીરાઓ ફરી બેફામ બન્યા છે. પુરપાટ ઝડપે કાર હંકારી એક નબીરા ચાલકે અકસ્માત સર્જાતા સ્થાનિકો તથા અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
સમગ્ર ઘટના CCTV માં કેદ
રાજકોટના સ્વસ્તિક સોસાયટીમાં એક નબીરા કારચાલકે બેફામ રીતે કાર હંકારી અન્ય એક કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક અને તેના મિત્રો સ્થળ પર કાર છોડી ફરાર થઇ ગયા હતા. આ અકસ્માતથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે. પોલીસે સીસીટીવી આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી નબીરાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
જાહેરાત







