Ahmedabad News: સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપનો ડ્રોન વિડિયો, ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યૂ
અમદાવાદમાં ધોળકાના કોદારીયાપુરા ગામે સાબરમતી નદીના પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટર દ્વા
અમદાવાદમાં ધોળકાના કોદારીયાપુરા ગામે સાબરમતી નદીના પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટર દ્વારા સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં કોદારીયાપુરા ગામના મંગાભાઈ ખોડાભાઈ અને તેમના પત્ની પુરીબેન મંગાભાઈ તેમજ ખેડાના ધરોડા ગામના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. સ્થાનિક ફોટોગ્રાફરે ડ્રોન ઉડાડીને નદીની પરિસ્થિતિની તપાસ કરી હતી, જેમાં આ લોકો પાણીમાં ફસાયેલા હોવાનું જણાયું. તેમણે તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરી, જેના પગલે હેલિકોપ્ટર મંગાવીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં પૂરની ગંભીર પરિસ્થિતિ દેખાય છે.
જાહેરાત







