મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ડ્રોનથી લોહી પહોંચાડવાની શરૂઆત

મેડિકલ ઇમર્જન્સીના સમયે અંતરિયાળ વિસ્તારોમાં દર્દી સુધી ડ્રોન દ્વારા તાત્કાલીક લોહી પપહોંચાડવાની સૌપ્રથમ

મેડિકલ ઇમર્જન્સીના સમયે અંતરિયાળ વિસ્તારોમાં દર્દી સુધી ડ્રોન દ્વારા તાત્કાલીક લોહી પપહોંચાડવાની સૌપ્રથમ શરૂઆત પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેથી કરવામાં આવી છે. 

પંચમહાલ જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં મેડિકલ ઇમર્જન્સીના સમયે  લોહીની તાત્કાલિક જરૂર પડતી હોય છે. તેવા સંજોગોમાં આવા વિસ્તારોમાંથી લોહી લેવા માટે હાલોલ સુધી આવવું પડે છે. ઘોઘમ્બા, જાંબુઘોડા અથવા હાલોલના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી હાલોલ આવીને લોહી લઈને પરત જવામાં ટાફીક તેમજ મુસાફરી દરમ્યાન મહત્વનો સમય  વેડફાઈ જતો હોય છે, જેને કારણે ક્યારેક દર્દીના જીવને પણ જોખમ ઉભું થાય છે.

આવા સંજોગોમાં હાલોલ ખાતેથી પંચમહાલ જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં ડ્રોન દ્વારા તાત્કાલિક ધોરણે લોહી પહોંચાડવાની સેવાશરુ કરવામાં આવી છે. આ વ્યવસ્થા ભારતમાં પહેલીવાર શરૂ  કરવામાં આવી છે અને આ  પ્રયોગ સફળ રહ્યો છે. 

તાજેતરમાં ઘોઘમ્બમાં એક  મેડિકલ ઇમર્જન્સી ઉભી થઈ હતી, જેમાં પ્રસૂતાની સારવાર દરમિયાન લોહીની જરૂર પડતા ઘોઘમ્બા ડ્રોન દ્વારા તાત્કાલિક લોહી પહોંચાડવામાં આવ્યું હતું. આ પ્રસૂતાની સારવાર કરનારા ડોક્ટરના કહેવા મુજબ સમયસમર લોહી મળી જતા આ મહિલાનો જીવ બચી ગયો છે. 

હાલોલમાં આ પ્રયોગ સફળ જતાં હવે દેશના બીજા શહેરોમાં પણ આ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો