મોરબીના નવલખી દરિયામાં ડોલ્ફિનની એન્ટ્રી: મધદરિયે ડોલ્ફિને લગાવી ડૂબકી, Video વાયરલ
મોરબી: દેવભૂમિ દ્વારકાના દરિયા બાદ હવે મોરબીનો નવલખી દરિયો પણ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન

મોરબી: દેવભૂમિ દ્વારકાના દરિયા બાદ હવે મોરબીનો નવલખી દરિયો પણ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મોરબીના નવલખી દરિયામાં રમતિયાળ ડોલ્ફિન માછલીઓ જોવા મળતા સ્થાનિકો અને માછીમારોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.
મધદરિયે માછીમારી કરી રહેલા એક માછીમારના કેમેરામાં ડોલ્ફિનની રમતિયાળ ડૂબકીઓના અદભૂત દ્રશ્યો કેદ થયા છે. નવલખીના દરિયામાં ડોલ્ફિન દેખાવવી એ સંકેત આપે છે કે મોરબીની દરિયાઈ જીવસૃષ્ટિ વધુ સમૃદ્ધ અને શુદ્ધ થઈ રહી છે. સામાન્ય રીતે ડોલ્ફિન શાંત અને સ્વચ્છ પાણીમાં જોવા મળતી હોય છે, ત્યારે નવલખીના પટમાં તેની હાજરીએ વન વિભાગ અને દરિયાઈ જીવ પ્રેમીઓમાં આનંદની લહેર ફેલાવી દીધી છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.







