VIDEO: રાજકોટમાં સામાન્ય બાબતમાં તબીબની પત્ની અને દીકરીને પાડોશીઓએ માર્યો ઢોર માર
રાજકોટમાં વધુ એક ક્રાઈમની ઘટના સામે આવી છે. રાજકોટમાં વસવાટ કરતા તબીબના પત્ની- પુત્રી પર જી
રાજકોટમાં વધુ એક ક્રાઈમની ઘટના સામે આવી છે. રાજકોટમાં વસવાટ કરતા તબીબના પત્ની- પુત્રી પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના 150 ફુટ રીંગ રોડ નજીક આવેલ ગોલ્ડન પાર્ક વિસ્તારમાં દાંતના ડોક્ટર તેમના પરીવાર સાથે વસવાટ કરે છે.
તેમના પત્ની અને દીકરીને ઘર પાસેજ પાડોશીઓએ ઢોર માર માર્યો
તબીબના પરિવારમાં તેમના પત્ની અને એક દીકરો અને દીકરી છે. તેમના પત્ની અને દીકરીને ઘર પાસેજ પાડોશીઓએ ઢોર માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે બન્નેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
આ પણ વાંચો: હિંમતનગર: ગણવા ગામમાં પિતાએ 3 બાળકો સહિત પોતે ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, એકનું મોત
સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા
તબીબના પત્નીએ પાડોશીઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા, તો બીજી તરફ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.






