મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડભોઈના ભીલાપુર પાસેનો ડાયવર્ઝન માર્ગ ઠેર ઠેર ધોવાયો, વાહન ચાલકોને થઈ મુશ્કેલી

ડભોઇના ભીલાપુર પાસે ડાયવર્ઝન માર્ગ ઠેર ઠેર ધોવાઈ જવાની સાથે ભુવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.ભ

ડભોઇના ભીલાપુર પાસે ડાયવર્ઝન માર્ગ ઠેર ઠેર ધોવાઈ જવાની સાથે ભુવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.ભીલાપુર પાસે નિર્માણ પામી રહેલા રેલવે ગરનાળાની બાજુમાં અપાયેલા ડાયવર્ઝન પર ભુવો પડવાને કારણે રસ્તાઓ અત્યંત બિસ્માર થયા છે.

 ડ્રાઇવર્ઝન માર્ગ પર પડેલા ભુવાથી મોટી અસર 

7થી 10 ગામના લોકો ડ્રાઇવર્ઝન માર્ગ પર પડેલા ભુવાથી મોટી અસર થઈ હતી. ડભોઇ તેમજ વાઘોડિયા જવા માટે લોકોને 40 કિ.મી વધુ ફરીને જવાની નોબત આવી છે.

 પૂરના પાણીના કારણે 50 ફૂટ ઊંડો ભૂવો પડ્યો

સતત વરસાદ અને પૂરના પાણીના કારણે 50 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો.છેલ્લા પાંચ છ દિવસથી આ સમસ્યા સર્જાઈ હોય છતાં પણ તંત્ર દ્વારા કામગીરી નહીં કરાતા લોકો પરેશાન થયા છે.

આ સમાચાર શેર કરો