મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગાંભોઈ-ભિલોડા હાઇવે પરનું ડાયવર્ઝન ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયું

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. અનેક કોઝ વે અને ડાયવર્ઝન

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. અનેક કોઝ વે અને ડાયવર્ઝન પાણીમાં ધોવાયા છે, ત્યારે સાબરકાંઠાના હિંમતપુર પાસે ગાંભોઈ - ભિલોડા હાઇવે પરનું ડાયવર્ઝન ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ જતાં હાઈવે બંધ થઈ જતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. 

સાબરકાંઠાના હિંમતપુર પાસે આવેલા ગાંભોઈ - ભિલોડા હાઇવે પરનો ડાયવર્ઝન ધોવાતા તંત્રને રોડ બંધ કરવાની ફરજ પડી છે. તંત્રએ ચોમાસામાં જ આ હાઇવે ફોર લેન કરવાની કામગીરી શરૂ કરતાં આપેલું ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. લોકોને લાંબો ફેરો ફરી પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવાનો વારો આવ્યો છે. તંત્ર વહેલી તકે આ રસ્તા ચાલુ કરવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી સ્થાનિકોની માંગ છે. 

આ સમાચાર શેર કરો