VIDEO: રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેના કામને લઈને જિલ્લા કલેક્ટરે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેના કામને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યુ
રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેના કામને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે. કલેક્ટરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં હાઇવેનું આશરે 70 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી, કોન્ટ્રાક્ટર, આરએનબી વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે. છેલ્લા છથી આઠ મહિનામાં કામમાં નોંધપાત્ર ઝડપ લાવવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.
ચોમાસા પહેલા બે થી ત્રણ વધારાના બ્રિજનું કામ પૂર્ણ થાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે. માત્ર છેલ્લા આઠ મહિનામાં 32 ટકા જેટલું વધારાનું કામ પૂર્ણ થયું હોવાનું કલેક્ટરે જણાવ્યું. હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા તંત્ર સક્રિય બન્યું છે.



