VIDEO: દમણથી દિલ્હી માટે આજથી સીધી ફ્લાઈટ શરૂ
કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દેશની રાજધાની નવી દિલ્હી માટેની સીધી હવાઈ સેવાનો આજથી પ્રારંભ થયો છે.કેન્દ્રીય નાગ

કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દેશની રાજધાની નવી દિલ્હી માટેની સીધી હવાઈ સેવાનો આજથી પ્રારંભ થયો છે.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. દમણની આ નવી હવાઈ કનેક્ટિવિટીથી દિલ્હી અને ઉત્તર ભારતના પ્રવાસીઓ માટે હવે દમણ આવવું ખૂબ સરળ બનશે, જેનાથી પ્રવાસન ઉદ્યોગને મોટો ફાયદો થશે.આ ઉપરાંત દમણ, વાપી અને સિલવાસાના ઉદ્યોગપતિઓ તથા રોકાણકારોને સીધો દિલ્હીનો રૂટ મળતાં વેપાર-ધંધા અને રોકાણને નવી ગતિ મળશે. અત્યાર સુધી સ્થાનિક લોકોને દિલ્હી જવા માટે સુરત કે મુંબઈ એરપોર્ટ સુધી લાંબા થવું પડતું હતું, જેમાંથી હવે મુક્તિ મળશે. સમય અને નાણાં બંનેની બચત સાથે આ સેવા દમણના સર્વાંગી વિકાસમાં એક નવો સીમાચિહ્ન સાબિત થશે.



