રઇસ ફિલ્મની જેમ દારૂની ડિલિવરી કરતા બુટલેગર, દમણથી દરિયાઇ માર્ગે ચોરવાડ જતો દારૂનો જથ્થો ઝડપાયો
નવા વર્ષની ઉજવણી પહેલા ફિલ્મી સ્ટાઇલમાં દરિયામાં દમણથી 131 પેટી દારુ ભરીન
નવા વર્ષની ઉજવણી પહેલા ફિલ્મી સ્ટાઇલમાં દરિયામાં દમણથી 131 પેટી દારુ ભરીને ચોરવાડ ડિલિવરી કરવા આવતી ફિશિંગ બોટને ઝડપી લેવામાં આવી છે. થર્ટીફર્સ્ટની ઉજવણી પહેલા વેરાવળમાં સોમનાથ મરીન પોલીસ દ્વારા દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
દમણથી ચોરવાડ ડિલિવરી કરતા ફિશિંગ બોટ ઝડપાઇ
31 ડિસેમ્બર પહેલા હોડી મારફતે દરીયાઇ માર્ગે દમણથી ચોરવાડ તરફ આવતો દારૂનો જથ્થો ઝડપાયો છે. ગીર સોમનાથ પોલીસે બાતમીના આધારે દરીયાઇ વિસ્તારમાં હોડીમાં પ્રોહિબિશન અંગે રેઇડ કરી 131 દારૂની બોટલ ઝડપી પાડી હતી.105 દારૂની પેટી, 19 પેટી બીયર અને હોડી મળીને પોલીસે 12 લાખ 29 હજારના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.






