VIDEO: પાટણના રાધનપુરમાં ડીઝલની તંગી? વીડિયો વાયરલ
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ડીઝલની અછત સર્જાઈ હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે.. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ડીઝલની અછત સર્જાઈ હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે.. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે રાધનપુર પંથકના પાંચ જેટલા પેટ્રોલ પંપો પર ડીઝલનો સ્ટોક ખૂટી ગયો છે. ડીઝલ ન મળવાને કારણે સ્થાનિક નાગરિકો અને ખેડૂતો વહેલી સવારથી એક પંપથી બીજા પંપ પર ભટકી રહ્યા છે.ખાસ કરીને ખેતીકામ અને પરિવહન સાથે જોડાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ તંગીનો ઉકેલ ક્યારે લાવવામાં આવે છે અને ખરેખર સ્ટોક કેમ ખાલી થયો છે તેની તપાસ થાય છે કે નહીં.

