VIDEO: કચ્છનું ધોરડો બન્યું પર્યટકો માટેનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન, ચાલુ વર્ષમાં રેકોર્ડબ્રેક પ્રવાસીઓએ મજા માણી
કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે યોજાતા "રણોત્સવ" પર્યટકો મા
કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે યોજાતા "રણોત્સવ" પર્યટકો માટે હોટ ફેવરીટ ડેસ્ટિનેશન બની ચુક્યું છે રણોત્સવ 2024 - 2025 નું સમાપન થયું છે આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ મુલાકાત લીધી છે જેના કારણે તંત્રને કરોડો રૂપિયાની આવક થઈ છે
ચાલુ વર્ષે સફેદરણની મુલાકાતીઓની સંખ્યામાં વધારો
દરવર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે. રણોત્સવ પ્રારંભ સાથેજ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે. દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે જે ક્યારેય ન નિહાળ્યું હોય તેવુ ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ સાથે સફેદરણની મજા માણી રહ્યા છે. ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સફેદરણની મુલાકાતે આવતા પ્રવાસીની સખ્યામાં વધારાની સાથે આ વર્ષે 4 લાખ પ્રવાસીઓએ સફેદ રનની મુલાકાત કરી છે. જેમાં 774 જેટલા વિદેશી પ્રવાસીનો પણ સમાવેશ થાય છે રણોત્સવના કારણે તંત્રને 4 કરોડ 85 લાખની આવક થઈ છે.
પંચાયત પરિષદ સમિતનું સાક્ષી બન્યું ધોરડો
આ વર્ષે રણોત્સવ વિસ્તારને નો પ્લાસ્ટિક જોન જાહેર કર્યો હતો. અહિયાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને સફેદરણમાં સફાઇ માટે ભાર મૂકવામાં આવ્યો હતો. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓપન હોપઓફ સર્વિસ ચાલુ કરવામાં આવી હતી. આ વર્ષે રણોત્સવમાં લાખો પ્રવાસીઓએ સફેદરણ અને ટેન્ટસીટીની મુલાકાત કરી અલગ અનુભૂતિ કરી. આ વર્ષે રણોત્સવ દરમિયાન મુખ્યમંત્રીની મુલાકાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સુર્ય કિરણ એરશો પંચાયત પરિષદ સમિટનું સાક્ષી બન્યું હતું. ધોરડોનું સફેદરણ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે જે આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ રણોત્સવની મજા માણી છે.








