VIDEO: ધોરાજી: ઝાંઝમેર ગામે બોરવેલમાંથી ૩૦ ફૂટ ઊંચા પાણીના ફુવારા
ધોરાજીના ઝાંઝમેર ગામે કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. વાડીમાં આવેલા બોરવેલમાંથ

ધોરાજીના ઝાંઝમેર ગામે કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. વાડીમાં આવેલા બોરવેલમાંથી અચાનક ઊંચા પ્રેશર સાથે ૩૦ ફૂટ સુધી પાણીના ફુવારા ઊછળી રહ્યા છે.બોરવેલમાંથી સ્વયંભૂ રીતે પાણીનો ધસમસતો પ્રવાહ ફાટી નીકળતાં આસપાસના ખેતરોમાં પાણી જ પાણી ફરી વળ્યું છે. આ અજીબોગરીબ દૃશ્યને જોવા આસપાસના ખેડૂતો અને ગામલોકો ઉમટી પડ્યા છે.કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોએ સ્થાનિકોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા જગાવી છે. હાલ બોરવેલમાંથી સતત પાણીના ફુવારા ઊછળી રહ્યા છે.




