ધોરાજી: સાધુ ભગવંત તથા સાધ્વિજી ભગવંતનું વાંજતે -ગાજતે કરાયું સામૈયું, જૈન તપસ્વીઓનો યોજાયો ભવ્ય વરઘોડો
રાજકોટના ધોરાજીમાં મુનિરાજ ધુરંધર વિજયજી મહારાજ સાહેબ આચાર્ય શ્રી મનમોહન સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય આ

રાજકોટના ધોરાજીમાં મુનિરાજ ધુરંધર વિજયજી મહારાજ સાહેબ આચાર્ય શ્રી મનમોહન સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભસૂરીશ્વરીજી મહારાજ સાહેબ ધોરાજીના આદિઠાંણા મુકામે પહોંચ્યા હતા. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
વરઘોડો ધોરાજીના વિવિધ મુખ્ય માર્ગો પર ફર્યો
ધોરાજીના ઉપલેટા રોડ ખાતે પૂજ્ય મહારાજ સાહેબ હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ પધારતા ધોરાજી જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ તપસ્વીઓનો વરઘોડો ધોરાજીના વિવિધ મુખ્ય માર્ગો પર ફર્યો હતો, સ્ટેશન રોડના નવા જૈન દેરાસર ખાતે ભવ્ય સ્વાગત કરાયુ હતુ.
સાધુ ભગવંત તથા સાધ્વિજી ભગવંતનું વાંજતે -ગાજતે સામૈયું કરવામાં આવ્યું
સાધુ ભગવંત તથા સાધ્વિજી ભગવંતનું વાંજતે -ગાજતે સામૈયું કરવામાં આવ્યુ હતું.ઉપલેટા રોડ પર આવેલા પેટ્રોલ પંપથી શરૂ થી શ્રી પ્લોટ દેરાસર ખાતે વર્ષીતપના તપસ્વીઓનું બિયાસણું કરાયું હતુ.






