VIDEO: ધોરાજી: ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતો ચિંતિત
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેતરો બેટમાં ફેરવાયા છે. ગઈકા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેતરો બેટમાં ફેરવાયા છે. ગઈકાલે વરસેલા અનરાધાર વરસાદને કારણે ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી પાણીના ભરાવાને લીધે કપાસ અને મગફળી જેવા મોંઘા પાક ધોવાઈ જવાની કે બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં દરિયા જેવા દ્રશ્યો સર્જાતા ધરતીપુત્રો ભારે ચિંતામાં મૂકાયા છે અને પાક નુકસાનીનો મોટો ડર સતાવી રહ્યો છે.




