મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજી: સંગીતા બારોટના રાજીનામા છતાં સામાન્ય સભામાં ઠરાવ પર પ્રમુખની સહી, જાણો શું છે સમગ્ર વિવાદ

ધોરાજી નગરપાલિકામાં ભાજપમાં લોલમ લોલ સામે આવ્યુ છે. સંગીતા બ

ધોરાજી: સંગીતા બારોટના રાજીનામા છતાં સામાન્ય સભામાં ઠરાવ પર પ્રમુખની સહી, જાણો શું છે સમગ્ર વિવાદ

ધોરાજી નગરપાલિકામાં ભાજપમાં લોલમ લોલ સામે આવ્યુ છે. સંગીતા બારોટે રાજીનામું આપ્યું હોવા છતાં, સામાન્ય સભામાં ઠરાવ પર પ્રમુખની સહી કરવામાં આવી હતી. આ સભા નગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ ખાતે યોજાઈ હતી, જ્યાં જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

સભ્યોની હાજરીમાં મોટો ભાંગરો જોવા મળ્યો

આ સભામાં ભાજપના સભ્યોની હાજરીમાં મોટો ભાંગરો જોવા મળ્યો હતો. ચીફ ઓફિસરે મીડિયામાં આપેલા નિવેદનમાં નવા નિયુક્ત પ્રમુખ તરીકે ચિન્ટુભાઈ કોયાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. આથી, નગરપાલિકામાં વિરોધાભાસ જોવા મળ્યો છે અને હોદ્દાઓને લઈને અંદર અંદર શીત યુદ્ધ ચાલી રહ્યું છે.

આ સમાચાર શેર કરો