VIDEO: ધરોઈ ડેમ છલોછલ થવાની તૈયારી, 6 વર્ષમાં પહેલી વાર 15 જુલાઈ પહેલા 72 ટકા ડેમ ભરાયો
મહેસાણાની જીવાદોરી સમાન ગણાતા ધરોઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. આ વર્ષે ઉત્તર ગુજર
મહેસાણાની જીવાદોરી સમાન ગણાતા ધરોઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. આ વર્ષે ઉત્તર ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ સારા વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ સારી આવક થઈ છે. પાણીની સતત આવકને પગલે ડેમની જળ સપાટી 614 ફૂટથી વધુ પહોંચી ગઈ છે. ધરોઈ ડેમની સપાટી 618 ફૂટથી વધશે તો તુરંત સાબરમતિ નદીમાં પાણી છોડવામાં આવશે.
મહેસાણાના ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સતત આવકને કારણે જળસપાટી 614 ફૂટે પહોંચી ગઈ છે. 6 વર્ષમાં પહેલીવાર 15મી જુલાઈની સ્થિતિએ ડેમ આ સ્તરે ભરાયો છે. ડેમમાં 2 હજાર 152 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની કુલ જળસપાટી 622 ફૂટની છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે ડેમમાં 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અધિકારીઓએ જણાવ્યું કે, જો ચાલુ મહિને જળસપાટી 618 ફૂટે પહોંચે તો સાબરમતી નદીમાં પાણી છોડવું પડશે. આ સ્થિતિ ખેડૂતો અને સ્થાનિકો લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે.




