VIDEO: દિવાળી વેકેશનમાં યાત્રાધામ પ્રવાસીઓથી ઉભરાયું, દ્વારકામાં ભક્તોની લાંબી લાઈનો લાગી
દિવાળી વેકેશનને કારણે દ્વારકા સહિત આસપાસના પવિત્ર અને પ્રવાસન સ્થળોએ ભક્તો તથા સહેલાણીઓની ભારે અવરજવર જ
દિવાળી વેકેશનને કારણે દ્વારકા સહિત આસપાસના પવિત્ર અને પ્રવાસન સ્થળોએ ભક્તો તથા સહેલાણીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. દ્વારકાધીશ જગત મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જ્યારે બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને શિવરાજપુર બીચ પર પ્રવાસીઓનો મેળો જામ્યો હતો. મોટી સંખ્યામાં વાહનો દ્વારકા તરફ આવતા ખોડિયાર ચેકપોસ્ટથી ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા હતા. દ્વારકાના ગોમતી ઘાટ, છપ્પન સિઢીઓ, ભડકેશ્વર મહાદેવ મંદિર, સનસેટ પોઇન્ટ અને ગાયત્રી બીચ પર પણ ભક્તો અને પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી, જેના કારણે સમગ્ર યાત્રાધામમાં ઉત્સવમય માહોલ છવાયો હતો.







