મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજીમાં રાજસ્થાનથી પદયાત્રા કરીને દર્શનાર્થે પહોંચ્યા ભક્તો

રાજસ્થાનના જાલોર જિલ્લાના ભક્તો અષાઢ મહિનામાં મા અંબાના દર્શનાર્થે આવે છે. જેમાં વાઘોડા રોબડીયા રો

તસવીર: gstv

રાજસ્થાનના જાલોર જિલ્લાના ભક્તો અષાઢ મહિનામાં મા અંબાના દર્શનાર્થે આવે છે. જેમાં વાઘોડા રોબડીયા રોમશી પૈદલ અંબાજી સંઘ છેલ્લા 35 વર્ષથી ૧૮૦ કિલોમીટર પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. આ આસ્થાવાન પદયાત્રીઓએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી. બપોરના સમયે ભક્તોએ જગવિખ્યાત આધ્યશક્તિપીઠ અંબાજી મંદિરમાં અન્નકૂટ આરતી યોજીને માતાજીને ૫૬ ભોગનો અન્નકૂટ અર્પણ કર્યો હતો. આ ભવ્ય સંઘમાં મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા.

આ સમાચાર શેર કરો