મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજીમાં રાત્રિ પૂજા માટે કોઈ અરજદાર હક્કનો દાવો ના કરી શકેઃ હાઈકોર્ટ

અમદાવાદના નરોડાના જય સીયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં રાત્રિ પૂજાની મંજૂરી મા

તસવીર: gstv

અમદાવાદના નરોડાના જય સીયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં રાત્રિ પૂજાની મંજૂરી માંગતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાત્રિ પૂજાની મંજૂરી આપવાનો નિર્ણય આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વિવેકશક્તિ પર આધારિત છે. અને કોઈ અરજદાર તેના પર હક્કનો દાવો કરી શકતો નથી. રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે ગર્ભગૃહ સૌથી પવિત્ર સ્થળ હોવાથી સુરક્ષા અને પરંપરાને ધ્યાનમાં રાખીને મર્યાદિત ટ્રસ્ટોને જ મંજૂરી આપવામાં આવે છે. વર્ષોથી પરંપરાગત રીતે રાત્રિ પૂજા કરતા નાગર બ્રાહ્મણોના ટ્રસ્ટોને જ પ્રાથમિકતા અપાય છે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક છે. કોર્ટે અરજદારને અગાઉ પણ રાત્રિ પૂજાની મંજૂરી મળી હોવાનું નોંધ્યું અને દર વર્ષે મંજૂરી મળવી જરૂરી નથી તેવી ટિપ્પણી કરી. સાથે જ અરજદાર ટ્રસ્ટે પહેલા દેવસ્થાન ટ્રસ્ટ સમક્ષ રજૂઆત કરવાની પણ સૂચના આપવામાં આવી. સમગ્ર મામલે હવે હાઈકોર્ટમાં વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે

આ સમાચાર શેર કરો