VIDEO: અંબાજીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, મોટી સંખ્યા મા ભક્તો ઉમટ્યા
અંબાજી ખાતે આજે અષાઢી બીજના દિવસે જગન્નાથની ભવ્ય રથયાત્રાનું

અંબાજી ખાતે આજે અષાઢી બીજના દિવસે જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરે રથને શણગારવામાં આવ્યા હતા..ત્યારે બાદ ભગવાન જગન્નાથની આરતી અને વિશેષ પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી..જે સમગ્ર અંબાજી નગરમાં ફરી માનસરોવર નજીક આવેલા રાધાકૃષ્ણ મંદિરે પૂર્ણ થઈ હતી.જેમાં મટી સંખ્યામાં ભક્તો જોડાયા અને ધન્યતા અનુભવી હતી..




