VIDEO: સુરતના ઓલપાડના અમન પાર્કમાં પૂરગ્રસ્તોની દયનીય સ્થિતિ, પ્રશાસન તરફ રોષ
ઓલપાડના કીમ વિસ્તારમાં આવેલ અમન પાર્ક સોસાયટીમાં પાણી ઓસરી ગ

ઓલપાડના કીમ વિસ્તારમાં આવેલ અમન પાર્ક સોસાયટીમાં પાણી ઓસરી ગયા બાદ પૂરગ્રસ્ત લોકોની સ્થિતિ દયનીય બની છે. ઘરોની અંદર ઘૂંટણ સુધી પાણી ભરાયું હતું. હાલમાં ઘરોમાં કીચડ અને પથ્થરો પથરાયેલા છે. વાસણો, પલંગ, કપડાં અને ઘરવપરાશની વસ્તુઓ પાણીમાં તરબોળ થઈ ગઈ છે.એકમાળ મકાનોમાં રહેતા પરિવારોએ રાત્રે તેરસ પર આશરો લીધો હતો. ઘર અને કમ્પાઉન્ડમાં ઝેરી જીવજંતુઓના કારણે લોકો રાત્રિ દરમિયાન ઘરમાં પ્રવેશી શક્યા નહોતા. બાળકો અને મહિલાઓ પૂરના પાણી જોઈને ભારે ડરી ગયા હતા.લોકોમાં પ્રશાસન અને નેતાઓ પ્રત્યે ભારે રોષ છે. તેઓ કહે છે કે ચૂંટણી સમયે ઘર આંગણે આવતા નેતાઓ હવે ગામના પાદરેથી જ પાછા ફરી જાય છે. દિવસો વીતી ગયા છતાં કોઈ અધિકારી કે નેતા તેમની સ્થિતિ જોવા આવ્યા નથી.




