VIDEO: સુરતના કુંભારિયા ગામમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા, 100થી વધુ ઘર ગરકાવ
સુરત-કડોદરા રોડ પર આવેલા કુંભારિયા ગામમાં માત્ર 25 દિવસમાં ત્રી

સુરત-કડોદરા રોડ પર આવેલા કુંભારિયા ગામમાં માત્ર 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુરના પાણી ફરી વળ્યા છે... ગામના 100થી વધુ ઘરો ખાડીના પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે, જેના કારણે લોકો છેલ્લા બે દિવસથી ઘરમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે. ઘટનાની જાણ થતાં મનપા તંત્રનું ફાયર વિભાગ દોડી આવ્યું હતું અને પ્રભાવિત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું, પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ આ દર વર્ષની કાયમી સમસ્યા છે. તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી ખાડીપુરના પાણીના નિકાલ માટે કોઈ નક્કર કે કાયમી આયોજન કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.




