Rajkot news: VIDEO: રૈયાધાર વિસ્તારમાં મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ ધાર્મિક સ્થળોનું ડિમોલિશન
ગુજરાતના રાજકોટમાં મધરાત્રે ગેરકાયદે રીતે ઉભા કરાયેલા
ગુજરાતના રાજકોટમાં મધરાત્રે ગેરકાયદે રીતે ઉભા કરાયેલા ધાર્મિક દબાણોને દૂર કરવામા આવ્યા હતા. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્રણ ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું
જેમાં ત્રણ ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો ડિમોલિશન સ્થળે હાજર રહ્યા હતા.
પાટણમાં કુખ્યાત ગુનેગારે દબાણ કરેલી હોટલે તોડી પાડવામાં આવ્યું
પાટણમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે પાટણમાં હત્યાનો પ્રયાસ કરનાર સહિત 14 ગુનામાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર દબાણને તોડી પાડવામાં આવ્યું છે. પાટણના કુખ્યાત આરોપી સંજય ઠાકોરે ગેરકાયદેસર દબાણ કરીને હોટલ બનાવી દીધી હતી. આ હોટલ સહિતના અન્ય બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે.






