Video: ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ-3ની કાયમી ભરતી કરવા માંગ, શાળા સંચાલક મંડળની હાઇકોર્ટમાં જવાની ચિમકી

અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ-3 (ક્લાર્ક)ની કરાર આધારિત ભરતી કરવાનો નિર્ણય લેવાતા શાળા સ

અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ-3 (ક્લાર્ક)ની કરાર આધારિત ભરતી કરવાનો નિર્ણય લેવાતા શાળા સંચાલક મંડળમાં ભારે રોષ છે. શાળા સંચાલક મંડળે ગુજરાત હાઇકોર્ટમાં જવાની ચીમકી આપવામાં આવી છે. શાળા કમિશનરની કચેરી દ્વારા શિક્ષણ વિભાગને શાળા સહાયકની ભરતી કરાર આધારિત કરવા દરખાસ્ત મોકલવામાં આવી છે. શાળા સંચાલક મંડળની સ્પષ્ટ માંગ છે કે શાળાઓમાં ક્લાર્કની કરાર આધારિત ભરતીને બદલે કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2007થી રાજ્યમાં આવેલી 6500 ગ્રાન્ટેડ શાળાઓ પૈકી 4546 શાળાઓમાં ક્લાર્કની જગ્યા ખાલી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત