મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ Delhi: AAP ઓફિસની બહાર વિવાદાસ્પદ હોર્ડિંગ્સથી રાજકીય ખળભળાટ, પોલીસ તપાસ શરૂ

નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની ઓફિસ બહાર વહેલી

નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની ઓફિસ બહાર વહેલી સવારે કેટલાક વિવાદાસ્પદ હોર્ડિંગ્સ જોવા મળતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ હોર્ડિંગ્સના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં પક્ષના નેતૃત્વ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પોસ્ટરો કોણે લગાવ્યા તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટનાથી દિલ્હીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને ઓફિસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. ભાજપ અને AAP વચ્ચે વધતા તણાવ વચ્ચે આ ઘટનાને આગામી ચૂંટણીની રણનીતિના ભાગરૂપે જોવામાં આવી રહી છે. પક્ષ દ્વારા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો