VIDEO: દેહરાદૂન-મસૂરી રૂટ થયો ખુલ્લો
ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે ભૂસ્ખલનને કારણે બંધ થયેલા મહત્વપૂર્ણ દેહરાદૂન-મસૂરી માર્ગને વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મરામત

ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે ભૂસ્ખલનને કારણે બંધ થયેલા મહત્વપૂર્ણ દેહરાદૂન-મસૂરી માર્ગને વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મરામત કામગીરી પૂર્ણ કર્યા બાદ આખરે હળવા વાહનોની અવરજવર માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અગાઉ ભારે વરસાદ અને પર્વતો પરથી માટી ખસવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પ્રશાસન અને એજન્સીઓની સતત મહેનતથી રસ્તો સાફ કરી દેવાયો છે.




