મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : “ધારાસભ્ય ખોટા કામ કરવા દબાણ કરે છે, માનસિક ત્રાસ આપે છે”, ડીસા નગરપાલિકાના પ્રમુખે આપ્યું રાજીનામું

ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ પ્રમુખ સહીત વોર્ડ-3ના સભ્યપદેથી

ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ પ્રમુખ સહીત વોર્ડ-3ના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.  સંગીતાબેન દવે તેમના વોર્ડના લોકો સાથે બ્રહ્મસમાજના આગેવાનો સાથે બનાકાંઠા કલેક્ટરને રાજીનામું આપવા પહોંચ્યાં હતા. 

રાજીનામું આપવાનું કારણ પૂછતાં તેમણે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી તેમના પર ખોટા કામ કરવા દબાણ કરતા હતા, સાથે માનસિક ત્રાસ આપતા હતા. આ સાથે તેમણે કહ્યું છે કે તેઓ ધારાસભ્ય પ્રવીણ માળી વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરશે. 

આ સમાચાર શેર કરો