મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: જામનગર વોર્ડ 12માં ગુજસીટોકના આરોપી ઉમેદવારોના ભાવિનો ફેંસલો, મતદારોની લાંબી કતારો

જામનગરમાં વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે

તસવીર: GSTV

જામનગરમાં વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વોર્ડ નંબર 12 માં મતદાન મથકે લાંબી કતારો લાગી હતી અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફી અને આપના ઉમેદવાર અસલમ ખિલજી ગુજસીટોકના ગુનાહિત કેસ હેઠળ જેલમાં હોવાના કારણે ચર્ચામાં છે. તેમના ટેકેદારોએ ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો