VIDEO:સુરતમાં ભારે વરસાદ, ડભોલીમાં ફરી પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ કહ્યું- ભ્રષ્ટ તંત્ર અને શાસકોની નફફ્ટતાથી હાલાકી
સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને લઈને કતારગામના ડભોલી વિસ્તારમા

સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને લઈને કતારગામના ડભોલી વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહ્યાં છે. તેમ છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકો કહી રહ્યાં છે કે, અનેક રજૂઆત કરવા છતાં પણ પણ ભ્રષ્ટ તંત્ર અને શાસકોની નફ્ફટતાના કારણે કોઈ ઉકેલ આવતો નથી.
શાસકોના પેટનું પાણી હલતું નથી
ડભોલીના હરીદર્શન વિસ્તારમાં ભારે વરસાદમાં વરસાદી પાણી નથી હલવાનું નામ નથી લેતું તે રીતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા પણ તંત્ર અને શાસકોના પેટનુ પાણી નહી હલતુ ન હોવાથી પરીસ્થીતી ઠેરની ઠેર રહેતી હોવાનું રોષપૂર્વક સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થી સહિતના લોકો પરેશાન
આજે પડેલા વરસાદના કારણે કતારગામ ઝોનના હરીદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. પાણીનો ભરાવો થયો છે ત્યાં કેટલીક સ્કૂલ આવી છે. તેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત આ રોડ પર પાણીના ભરાવાના કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કાયમી ઉકેલ લાવવાની માગ કરવામાં આવી છે.








