VIDEO:ભરૂચમાં બેરોજગારીને ઉજાગર કરતી ભીડ, ખાનગી કંપનીની 10 પોસ્ટ માટે ટોળાં ઉમટતાં અંધાધૂંધી
ભરૂચમાં બેરોજગારીને ઉજાગર કરતો વીડિયો સામે આવ્યો છે. 10 પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂમ

ભરૂચમાં બેરોજગારીને ઉજાગર કરતો વીડિયો સામે આવ્યો છે. 10 પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂમાં હજારો યુવાનો પહોંચ્યા હતાં. ઇન્ટરવ્યૂ માટે થયેલી ભીડમાં થઈ ધકકા મુક્કી થઈ હતી. ભીડ એટલી ભારે હતી કે, હોટેલની રેલીંગ તૂટી ગઈ હતી. થર્મેક્સ કંપની દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઇન્ટરવ્યૂનું આયોજન થયું હતું. માત્ર થોડા સમયમાં અરજદારોની ભીડે રેલીંગ તોડી, આશરે 1800 અરજદારોમાં માત્ર ગણતરી સમયમાં જ ઉમટી આવી હતી. ગણતરીના જ એમ્પલોય લેવાના હોય તો એ સુવિધાના અભાવ અહીં સ્પષ્ટ દેખાય આવે છે કે, ઝઘડિયાની ખાનગી કંપનીના અરજદારો માટે કોઈ સુવિધા કરવામાં આવી નહોતી. મોટી હોનારત સર્જાય હોત તો જવાબદાર હોટલ કે કંપની ? તેવા સવાલો ઉભા થયા છે.




