મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: માંગરોળના મોલવનમાં મશીનરી ચડાવતાં ક્રેઈર્ન મારી ગઈ પલટી, ડ્રાઈવરનું કચડાઈ જતાં મોત

સુરત જિલ્લાના માંગરોળના મોલવન ગામે દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેઈર્ન મારફતે મશીનરી ચડાવવામાં આવી રહી હતી. એ દરમિયાન

સુરત જિલ્લાના માંગરોળના મોલવન ગામે દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેઈર્ન મારફતે મશીનરી ચડાવવામાં આવી રહી હતી. એ દરમિયાન મહાકાય મશીન સાથે ક્રેઈર્ન પલટી મારી ગઈ હતી. ધડાકાભેર સર્જાયેલી દુર્ઘટનાને પગલે આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. ક્રેઈર્ન નીચે ઉભેલા લોકો જીવ બચાવીને ભાગ્યા હતાં. જો કે, ક્રેઈર્નનો ડ્રાઈવર કચડાઈ ગયો હતો. ગંભીર ઈજાઓના કારણે 22 વર્ષીય ક્રેઈર્ન ચાલક શાહિદ પઠાણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતી. સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતાં. હાલ ઘટનાને પગલે કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. જેમણે તપાસની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ સુરતમાં પત્નીને મોતને ઘાટ ઉતારનારો 20 વર્ષે ઝડપાયો, આડાસંબંધોની શંકાએ હત્યા કરી રહેતો આગ્રા

આ સમાચાર શેર કરો